રવિવાર, 5 એપ્રિલ, 2015

દિલ દિમાગમાં...

જે રહે છે હર ઘડી મારા દિલ દિમાગમાં;
હાય રે કિસ્મત,એ જ નથી મારા ભાગમાં.

માનો યા ન માનો સનમ, હું છું જ એવો;
ગીત વિરહના ગણગણુ હું મધુર રાગમાં.

ગનીમત છે તમારા ઉરમાં જગા મળે મને;
મારે ક્યાં વસવું છે બની સિંદૂર સુહાગમાં?

ગંગાના પાણીને મેં વધુ પવિત્ર બનાવ્યા;
એમના પ્રેમપત્ર વહાવ્યા મેં તો પ્રયાગમાં.

સુવાસ તમારી ચોરી લેશે ચમનનાં પુષ્પો;
ન જાઓ સનમ સજીધજીને તમે બાગમાં.

સો ટચનો છે ઇશ્ક મારો એ જાણી લે જો;
કરો કસોટી, સળગાવી વિરહની આગમાં.

દિલ પર લગાવ્યો છે એ,દામન પર નહીં;
રંગ પાકો ઘૂંટ્યો છે ઇશ્કનો મેં એ દાગમાં.

શોધતા ખુદને ય નટવર મળી નથી શકતો.
વહેંચાય ગયો છે હવે કેટલાં ય વિભાગમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું