રવિવાર, 5 એપ્રિલ, 2015

ઉખાણું...

ઊકેલાતું નથી જિંદગીનું ઉખાણું;
કેવી રીતે લઉં હું એનું ઉપરાણું?

સસ્તા થયા હવે લાગણીના મોલ;
થાય છે ઇશ્કનુંય  હવે અહીં હટાણું.

અલ્લાય આપે તો કેટલું આપશે?
મારા ભિક્ષાપાત્રમાં છે ક્યાંક કાણું.

એ મને વીસરી પણ જાય ખરેખર;
એને ન ભૂલું કદી,એટલું જ હું જાણું.

જયાંત્યાં નજર કરું એ નજર આવે;
દૃશ્ય એનું મારી નજરમાં અંજાણું.

સપનું જ હશે,સપનું હતું, તૂટી ગયું;
વીતી ગયું હવે એક મનોહર વહાણું.

શોધતો રહ્યો છે નટવર જેને ઠેર ઠેર;
એ તો એની ભીતરે જ ક્યાંક સંતાણું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું