રવિવાર, 5 એપ્રિલ, 2015

મસ્ત છે...

આમ તો અહીં બધું જ અસ્તવ્યસ્ત છે;
ને અહીં સહુ પોતપોતાનામાં મસ્ત છે.

એની આંખોમાં ઊગે રોજ થાય સવાર;
અને સાંજ ઢળે સૂર્ય એમાં જ અસ્ત છે.

એ જાણતા નથી કે એ શું છે મારા માટે;
જે કંઈ છે એ, મારા માટે એ સમસ્ત છે.

કેવી રીતે સમજાવું હું દિલ-એ-નાદાનને?
એકનું એક દિલ મારું લાગણી પરસ્ત છે.

હર મુશ્કેલ,  હર અંતરાય પાર થઈ જશે;
જિંદગીની સફરમાં હાથમાં એનો હસ્ત છે.

હારીને દિલ કોઈને જીતવું આસાન નથી;
છે કોઈની જીત, એ જ કોઈની શિકસ્ત છે.

આપવા હોય જખમ એટલાં આપતા રહો;
દિલ મારું નવા જખમો હજુ ય સશક્ત છે.

લખી શકે છે નટવર એટલા માટે, દોસ્ત;
હર શબ્દ, હર અક્ષરનો એ એક ભક્ત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું