રવિવાર, 5 એપ્રિલ, 2015

એક સવાલ છે...

ન જાણે કેમ મને સતત એના ખયાલ છે?
એ સવાલનો જવાબ પણ એક સવાલ છે.

એ વીસરી ય જાય મને, એ એનો હક છે;
હું એને ભૂલી જાઉં,મારી ક્યાં મજાલ છે?

રાહ-એ- ઇશ્ક પર દિશા મળી રહેશે મને;
હાથમાં મારા જો એના ઇશ્કની મશાલ છે.

આ ઇશ્ક પ્રેમ પ્યાર મુહબ્બત શું છે યાર?
એક બીજા પ્રત્યેનું એક અમાપ વહાલ છે.

હરેક પળ,  હરેક ઘડી છેતરતો રહ્યો મને;
સમય,  તારી પાસે કેટલી નવી ચાલ છે?

થતા થતા થાય, ચાહીને ઇશ્ક ન થાય;
જેણે ફરમાવ્યો ઇશ્ક શખ્સ એ નિહાલ છે.

શું છે નટવરની નાહક કવિતાઓ,કવનો?
બસ, એ ગમતાંને મનગમતો ગુલાલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું