રવિવાર, 5 એપ્રિલ, 2015

સમજદારી છે...

વાત ઇશ્કની ન સમજવામાં થોડી સમજદારી છે;
સમજો દોસ્તો, તો એ એક મોટી જવાબદારી છે.

ભલભલાંને એ તો જાતજાતનાં નાચ નચાવે છે;
આ કમબખ્ત ઇશ્ક તો એક બહુ કુશળ મદારી છે.

નૈયા એમની જ પાર લાગશે સમંદર-એ-ઇશ્કમાં;
જ્યારે બન્ને ઘાયલ હૈયામાં થોડી ઈમાનદારી છે.

ભગવાન આપે એની રાહ જોઈ રહ્યો છું યુગોથી;
કારોબાર-એ- ઇશ્કમાં બાકી જે થોડીક ઉધારી છે.

ન ચેનથી જીવવા દે, ન તો નિરાંતથી મરવા દે;
ઇશ્ક ઇશ્ક કહે છે લોકો એ એક ભારી બીમારી છે.

મારી મારી કહી બહુ સાચવતો રહ્યો આજ સુધી;
લઈ જાઓ, આજથી મારી આ જિંદગી તમારી છે.

આખરી ઘડીએ એ આવે તો સુધરી જાય કયામત;
સૂતો છું ઓઢીને હું ચૂંદડીનું કફન,બધી તૈયારી છે.

આમ તો સાવ સીધી સાદી હોય નટવરની કવિતા;
દિલથી વાંચો તો એમાં ય થોડી થોડી રૂહદારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું