શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

જવાનું છે...

જે કંઈક થવાનું એ જ થવાનું છે;
સહુએ અહીંથી એક દિ જવાનું છે.

વાયદો તો કર્યો છે ફરી મળવાનો;
વીસર્યા કે વચન એ પાળવાનું છે.

ત્યારે જ ખરેખરી પહેચાન મળશે;
ખુદની અંદર જ ઘણું ભાળવાનું છે.

એક વાર જો ઇશ્ક થઈ જાય સનમ;
તો જિંદગી આખી હૈયું બાળવાનું છે.

ગમતા ગમતા ગમી જઈશ હું પણ;
છેવટે તમારે  મને જ ચાહવાનું છે.

કંઈ નથી એમ તો મારી પાસે પણ;
બસ દિલ છે એ તમને આપવાનું છે.

એક આંસુ માંડ બચાવ્યું છે નટવરે;
સો સો ગળણે હવે એ ગાળવાનું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું