શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

જાહોજલાલી છે...

આમ જુઓ તો આ જિંદગી એક જાહોજલાલી છે;
ને તેમ જુઓ તો જિંદગી એક ખાલી પ્યાલી છે.

ખોટો સિક્કો પણ ક્યારેક, ક્યાંક તો ચાલી જાય;
આ જાતને ક્યાં વટાવું? લાગે છે સાવ જાલી છે.

એમને તો હજુ નજરથી જ હું સહજ સ્પર્શ્યો છું;
જુઓ, એમના હસીન ચહેરા પર એથી લાલી છે.

એ જ વ્યક્તિને હું કદી ય ન સમજી શક્યો યાર;
જે વ્યક્તિ મને દુનિયામાં સહુથી વધુ વહાલી છે.

ક્યાંક કળી ખીલીને ફૂલ બની હોય એવું લાગે છે;
એથી તોફાની હવા સ્પર્શીને એને બહુ મહાલી છે.

અભાવ, દુર્ભાવ,  લગાવ વચ્ચે એ જ હસી શકે;
આ જાલિમ દુનિયામાં શખ્સ જે થોડો ખયાલી છે.

તારી લાગણીને હવે રાખ તુ જરા કાબુમાં નટવર;
કમબખ્ત તારી લાગણીઓ પણ સાવ મવાલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું