શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

સવાલ ન કર...


હું તને કેમ યાદ આવું છું એ સવાલ ન કર;
ને મને સાવ વીસરી જવાનો ખયાલ ન કર.

શાયદ ખુદની નજર લાગી જશે તને સનમ;
આમ આયના સાથે ય તુ બહુ વહાલ ન કર.

જિંદગી છે તો જીવી લે મન મૂકીને તુ સનમ;
દુનિયાનાં મહેણાં ટોણાંનો તુ મલાલ ન કર.

હું તો આમ તો અમસ્તોય તારા પર મરું છું;
તારી કાતિલ નજરના વારથી હલાલ ન કર.

તારા એક એક કદમ પર સજદા કર્યા છે મેં;
એથી વધુ શું કરું?તુ મતવાલી ચાલ ન કર.

દિલનાં બદલે દિલ જ આપવું પડશે એક દિ;
આજ ભલે એ માગણી મારી બહાલ ન કર.

તારી નજરનો નજારો ફક્ત છે નટવર માટે;
કરી નજર રકીબ પર,એને તુ નિહાલ ન કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું