શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

અલગારી છે...

આંસુ છાંટી આગ હૈયાની ઠારી છે;
લાગે છે, માણસ એ અલગારી છે.

બળવાનો,બાળવાનો બંદોબસ્ત છે.
આ ઇશ્ક એક શીતલ ચિનગારી છે.

દુનિયા ન તો મારી છે, ન તમારી;
આ જાલિમ દુનિયા બહુ ઠગારી છે.

હર રાત ભલે હોય કાળી ઘનઘોર;
રંગિન  સમણાંથી એ શણગારી છે.

નચાવે જેમ નાચ એમ નાચવાનું;
આ સમય બડો કાબેલ મદારી છે.

દેહ કરતા ફૂલોનું છે વધારે વજન;
જનાજો મારો એથી બહુ ભારી છે.

કહેવાનું છે એ રહી જાય કવિતામાં;
નટવર, તારી આ કેવી નાદારી છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું