શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

અનેક સુધી...

આપણે ક્યાં જવું છે છેક સુધી?
આપણે તો જવું એકમેક સુધી.

ભલે ફૂલ ગમે એટલું સાચવે;
ભમરો પહોંચે છે મહેક સુધી.

સીમા ન હોય કદીય ઇશ્કમાં;
થાય છે એ તો અતિરેક સુધી.

વાત તો હતી બે દિલ વચ્ચેની;
કેવી રીતે પહોંચી દરેક સુધી?

અગન ઇશ્કની હોય છે જ એવી;
પહોંચે છે એ દિલની દહેક સુધી.

ખુશી મનાવ નટવર તું ય હવે;
કવિતાઓ પહોંચી અનેક સુધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું