શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

વાસી ખબર...

ઉદાસી ઓઢી ફર્યા રાખે  છે હરેક ભરચક નગર;
મલકાવ્યા કરે ચહેરો,   હોઠ પર એ હાસ્ય વગર.

આશિક હશે, હશે એ પ્રેમી કે પછી કોઈ દિવાનો;
નીકળી પડ્યો છે એક શખ્સ શહેરમાં લઘરવઘર.

અંતવિહિન રસ્તાઓ, હર તરફ બેસુમાર આદમી;
મંજિલની તલાશમાં થાય છે પુરી જિંદગીની સફર.

મય નથી તો શું થયું? આજ પીધા છે આંસુંડા મેં;
બહુ સાચવ્યા આજે તો ય વધુ ડગ્યા મારા ડગર.

આ આયનાને શું થઈ ગયું કોઈ સમજાવો મને એ;
જ્યારે જોયું મેં, એમાંથી કોઈ મને તાકે ટગરટગર.

સાવ સસ્તા દામ થઈ ગયા માણસાઈનાં બજારમાં;
ચારે કોર હર કોઈ કરે છે અહીં લાગણીની કરકસર.

ન પૂછો તમે નટવરને હવે કે શું નવાજૂની છે યાર;
રોજબરોજ તાજા અખબારમાં વાંચે એ વાસી ખબર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું