શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

દિવાનો છે...

મને વીસરી જ જવું હોય તો તને પરવાનો છે;
બાકી, તને સતત યાદ કરવાના અરમાનો છે.

જે મળે સામે એ તારી જ વાતો કરતા રહે છે;
શું વાત છે સનમ!લાગે છે તારો જ જમાનો છે.

ગુનાહ-એ-ઇશ્કની છે સજા દિલમાં ઉમર કેદ;
યુગોથી મને ય ઇંતેજાર તારી એ સજાનો છે.

સનમ તું મને ચાહે ન ચાહે,ભલે તારી મરજી;
પણ તું મને ચાહે મારો એ ખયાલ મજાનો છે.

બહુ જતનથી રાખ્યો છે મારી પાસે સાચવીને;
મારી પાસે તારી કમસિન યાદોનો ખજાનો છે.

એક શમા જલતી રહી તુફાનોની વચ્ચે પણ;
શમા-એ- ઇશ્કને ડર ક્યાં તૂફાની હવાનો છે?

દીવો લઈને શોધ તો ય કદી તને એ ન મળે;
નટવર જેવો તારો ક્યાં કોઈ બીજો દિવાનો છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું