શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

બેસી રહું છું...

ક્યાં શિવાલયમાં લઈને પ્રભુનું નામ બેસી રહું છું.
ક્યાં  સુરાલયમાં લઈને ભરેલ જામ બેસી રહું છું.

તમે જ્યાં જ્યાં જાઓ  યારો, કદીક ચુપકે ચુપકે;
એવા સ્થળે પહોંચી લો,  હું સરેઆમ બેસી રહું છું.

મુહૂર્ત કદી ય જોવાનું ન હોય બંદગીનું કે પીવાનું;
મયખાને કે મસ્જિદે હું તો સુબહોશામ બેસી રહું છું.

એટલે જ થઈ ગયો છું મશહૂર જગતમાં હું પણ;
સાથે લઈ મારી થોડા યાર બદનામ બેસી રહું છું.

તમે માનો છો વીસરી ગયો છું હું મારા વતનને;
મારા દિલમાં લઈને  ધબકતું  ગામ બેસી રહું છું.

કોઈ રાહ નથી, કોઈ રાહગીર નથી તો શું થયું?
સાથ મારી લઈને ખોવાયેલ મુકામ બેસી રહું છું.

લખતો રહ્યો છે હર કવિતામાં નટવર એક સંદેશ;
ને સાથ  લઈને એક અધૂરો પયગામ બેસી રહું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું