શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

બેકરારી બેકરારી છે...

બેકરારી બેકરારી છે;
આંખો જરા ભારી છે.

તન્હાઈ ગળે વળગી;
એ જ હવે પ્યારી છે.

બમણું રમી રહ્યો છે;
એ હાર્યો જુગારી છે.

નાચ નચાવે એ તો;
આ સમય મદારી છે.

ખુદા જ ચૂકવશે ઋણ;
એના નામે ઉધારી છે.

આંસુ છાંટી છાંટી મેં;
આગ હૈયાની ઠારી છે.

ઇશ્કની એ હકીકત છે;
વાત જેની ન્યારી છે.

ન સુધરી એ નટવર;
લાગણીઓ નઠારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું