શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

કરાર કરીએ...

ચાલો સનમ, આપણે કોઈ કરાર કરીએ;
આપણા દિલને  નિરાંતે બેકરાર કરીએ.

કરીએ અદલાબદલી કિસ્મતની રેખાઓ;
ને રિસાયેલ તકદીર સાથે તકરાર કરીએ.

મારા જખમો તમે ગણો, તમારા હું ગણું;
થોડા મનગમતાં જખમની દરકાર કરીએ.

દિલ તો દિલ છે,વાત દિલની કોણ જાણે?
એકબીજાના નામે દિલના ધબકાર કરીએ.

દુનિયા છે,દુનિયા તો વાત કરશે આપણી;
જાલિમ દુનિયાને આપણે પડકાર કરીએ.

એકલાં રહીશું તો વીસરાય જઈશું દુનિયામાં;
ચાલો સાથે મળી કોઈ નવો ચમત્કાર કરીએ.

ઇશ્ક ખુદા ,પ્રેમ પૂજા, પ્યાર એ જ પ્રાર્થના;
હાથ જોડી, ઇશ્ક દેવતાને નમસ્કાર કરીએ.

તમારે હાએ અમારી હા, તમારી નાએ ના;
અમે તો તમે જે કહો એ જ સરકાર,કરીએ.

સમજતા સમજતા જ સમજાયું આજ મને;
સમયે આપ્યું નટવર એનો સ્વીકાર કરીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું