શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

જપી તમારું નામ...

જપી તમારું નામ;
કર્યા છે મેં હર કામ.

હતી જે થોડી શંકા;
મટી છે એ તમામ.

તમારા હુસ્ન,અદાને;
મારા લાખો સલામ.

છોડી સહુ દોડધામ;
સાથે વિતાવો શામ.

મારા ઘાયલ દિલમાં;
છે તમારો જ મકામ.

મારા મારા કર્યા જેને;
એ જ ન આવ્યા કામ.

રાધાએ એ ન જાણ્યું;
મીરાનો થશે શ્યામ.

પરદેશમાં રહી રહી;
યાદ આવે છે ગામ.

પીવું મારે આંખોથી;
ન છલકાવો જામ.

કબરમાં મારા જીવને;
મળશે ખરો આરામ.

કવિતાઓ નટવરની;
તો છે એક પયગામ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું