શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

કોઈ નામ આપો...

જન્મોજનમની પ્યાસને કોઈ નામ આપો;
ખાલી તો ખાલી, હાથમાં કોઈ જામ આપો.

સાવ નવરો થઈ જાય તો શેતાન બને છે;
અરે એ આદમીને ભલા કોઈ કામ આપો.

હું ક્યાં કહું છું જિંદગીભર સાથ આપો મને;
બને તો સનમ,  તમારી કોઈ શામ આપો.

લઈ લો સહુ આ અજનબી શહેરનો શહેરો;
મને ઓળખે,સાચવે એવું કોઈ ગામ આપો.

હારી ગયો છું હિંમત સદા હારતા હારતા;
ખોટી તો ખોટી અરે! મને કોઈ હામ આપો.

ધગધગતી લાગણીઓને સમાવી બેઠો છું;
સંવેદનાઓને સમાવે એવું કોઈ ઠામ આપો.

હાલતા ચાલતા હર શખ્સ થઈ ગયો ખાસ;
બની શકે તો મને શખ્સ કોઈ આમ આપો.

સાવ મફતમાંય વેચાવા તૈયાર છે નટવર;
ક્યાં કહે છે એના મોંઘેરા કોઈ દામ આપો ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું