શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

નડે...

કદી ભરમ નડે;
કદી શરમ નડે.

માણસને, ભાઈ;
એનાં કરમ નડે.

પ્રભુ શું કહું હું?
તારા ધરમ નડે.

બીજું કોઈ નહીં;
મિત્ર પરમ નડે.

હું મલકાઉં ત્યારે;
આંખો નમ નડે.

હર કોઈને કોઈ;
એકાદ ગમ નડે.

કેવી રીતે કહું હું?
કોઈના સમ નડે.

રાહ-એ-ઇશ્ક પર;
નાજુક કદમ નડે.

ખામોશ રહ્યા તો;
ગહેરા મરમ નડે.

આ એક જ ભવમાં;
બીજો જનમ નડે.

સ્વભાવ કદી ઠંડો;
કદી એ ગરમ નડે.

સાજા થયા પછી ય;
કેટલાંક જખમ નડે.

વહાલા જે બહુ હોય;
એ જ હમદમ નડે.

કેમ લખશે નટવર?
રિસાયેલ કલમ નડે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું