શનિવાર, 6 ડિસેમ્બર, 2014

આજકાલ

ન જાણે શું થઈ રહ્યું છે મારી સાથે  આજકાલ;
જે મને વીસરી ગયા એના આવ્યા કરે ખયાલ.

હસતા રમતા કરી ગયા મારા જેઓ બુરા હાલ;
હું નાસમજ, કરતો રહ્યો સદા એમને જ વહાલ.

સૌ કોઈ કહે ઇશ્ક ન કરીઓ કોઈ,છે એ બબાલ;
તમાચો મારી ખુદને રાખવો પડે છે ગાલ લાલ.

હું શું કહું? શું ન કહું? ન પૂછો મને કોઈ સવાલ;
એમના વિશે કંઈ હું કહું, નથી મારી એ મજાલ.

સમયની ગતિ ન્યારી, નિરાળી એની હર ચાલ;
કાળ કાળનું કામ કરે,કરતો રહે એ સદા કમાલ.

સુર બદલાયા, રંગ બદલાયા, બદલાયા તાલ;
બદલાતી જિંદગીનો હવે શીદને કરવો મલાલ?

આજની ઘડી રળિયામણી, સારી હશે હર સાલ;
ફરમાવી ઇશ્ક નટવર હવે થઈ ગયો છે  નિહાલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું