શનિવાર, 6 ડિસેમ્બર, 2014

થકાવટ થઈ...

જિંદગી જીવી જવાની ફાવટ થઈ;
હસીન સપનાઓની સજાવટ થઈ.

જ્યારે જ્યારે પ્રેમથી પંપાળી અમે;
લાગણી સાલી સાવ નપાવટ થઈ.

સાવચેતીથી દૂર થવું હતું ખુદથી;
અંદરથી બહાર જતા રુકાવટ થઈ.

એમણે મને ભૂલવું હતું ને ભૂલ્યા;
મુલાયમ કિસ્સાની પતાવટ થઈ.

કોણ આવશે?કોઈ નહીં આવે હવે;
વહેતી હવાથી બારણે આહટ થઈ.

હસતા હસતા આંખો છલકાવી છે;
મારાથી ન તો કોઈ બનાવટ થઈ.

હર રોજ આયનાને છેતરતો રહ્યો;
બસ કર નટવર,હવે થકાવટ થઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું