શનિવાર, 6 ડિસેમ્બર, 2014

મળતો નથી

એવા તો કેટલાંય પ્રશ્ન છે જેનો ઉત્તર મળતો નથી;
કહેવાય સર્વવ્યાપી તોય શોધ્યો ઈશ્વર મળતો નથી.

ગીતા ય ઊથલાવી, કુરાન પણ તપાસી લીધું છે મેં;
માધવનો કે મુહમ્મદનો એકે ય અક્ષર મળતો નથી.

એક મુરત ઘડવી છે જો ક્યાંક મળી જાય એ કદીક;
કદી ઈશ્વર, ક્યારેક કોઈ અખંડ પથ્થર મળતો નથી.

કોનો ટેકો લઈ ચાલવું? કોને ટેકે મહાલવું કહો હવે;
અધ્ધર ચાલે છે હર શખ્સ,કોઈ સધ્ધર મળતો નથી.

પ્યાર પહેલી નજરનો થાય જિંદગીમાં એક જ વાર;
ફરી ફરી જિંદગીમાં અણમોલ અવસર મળતો નથી.

છેક એવું પણ નથી કે દુનિયામાં પ્યાર નથી મળતો;
મળવો જોઈએ જ્યાંથી ત્યાંથી અક્સર મળતો નથી.

ખુદને ખોજતા ખોજતા ખોવાયો ગયો એવી રીતે એ;
આસપાસ છે તોય ખુદને અસલ નટવર મળતો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું