શનિવાર, 6 ડિસેમ્બર, 2014

નથી...નથી...

ખબર નથી;
અસર નથી.

પ્રેમમાં તોય;
કસર  નથી.

પૂરતું  છે એ;
સભર નથી.

પરભુ છે એ;
પથ્થર નથી.

મારા પર જ;
નજર નથી.

દિલમાં વસુ;
બેઘર  નથી.

જામથી પીધું;
અધર નથી.

કહો ઇશ્ક છે;
અગર નથી?

દેહથી મોટી;
કબર નથી.

મળવું તો છે;
તત્પર નથી.

નટવર પણ;
સધ્ધર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું