શનિવાર, 6 ડિસેમ્બર, 2014

અભેદ છે...

જિંદગી મોતની બાહોંમાં કેદ છે;
છે ખૂલી જેલ, તો ય અભેદ છે.

જેનાં થઈ ગયા અમે અમસ્તાં;
એ નથી અમારા, એ જ ખેદ છે.

એમની આંખોને વાંચી છે અમે;
અમારા માટે એમાં ચારે વેદ છે.

કમાણી ક્યાં સમાણી કોણ જાણે?
જે કમાઈ છે એ બસ પ્રસ્વેદ છે.

જામ આ જિંદગીનું ખાલી જ રહ્યું;
ક્યાંક નટવર એમાં પણ  છેદ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું