શનિવાર, 6 ડિસેમ્બર, 2014

ગુજારિશ...

હવે તો સનમ, મારી છે બસ એક જ ખ્વાહિશ;
તું ન માને તો પણ તારા સપનાંમાં હું આવીશ.

ને તું ના ના કરતી રહે આંખોમાં હકાર આંજી;
હસતા હસતા કરીશ પુરી તારી હર ફરમાઇશ.

મને ચાહવું ન ચાહવું તારી મરજી ઓ સનમ;
હું તો હું જ છું,હું તો તને જ ભવોભવ ચાહીશ.


જો એક સાંજ સનમ તું મારી સાથે વિતાવીશ;
તો જિંદગી આખી મારી સાથે જ તું ગુજારીશ.


ઇશ્ક, પ્રેમ, ચાહત, મુહબ્બ્ત છે ભાવના એવી;
થતા થતા તને ય થઈ જશે એની આજમાઇશ.


જમાનો જાલિમ ક્યાં કદી પ્રેમીઓની થયો છે?
મળવા પહેલાં જુદા કરવાની કરશે એ સાજિશ.


એક વાર તું ય મારા કદમ સાથે કદમ મેળવ;
તું સનમ,  ત્યાર બાદ મારા પગલે જ ચાલીશ.


આજે ન સમજાય, તો એક દિ તને સમજાશે;
જે દિ સમજાશે, તું ફક્ત મારા વિશે વિચારીશ.


પુરી થાય નટવર દિલથી કરેલ હર ગુજારિશ;
કદી કદી ભર ઉનાળામાં થાય છે ભીની બારિશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું