શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

લગભગ...

છે એવું જ લગભગ;
માણસ નામે જ ઠગ.

દુનિયા આખી મારી;
તોય નથી મારું જગ.

સાવ દબાય ગયો છું;
લાગણીઓનો છે ઢગ.

કેવી રીતે બહાર કાઢું?
પથ્થર નીચે છે પગ.

દિલ મળી જાય એવી;
પ્રભુ કર તું લાગવગ.

જીવ છટપટે એમ જાણે
પિંજરે પુરાયેલ વિહગ.

તો આ જિંદગી સુધરે;
મળે જો ઉષ્માભરી હગ.

મારી કવિતાઓમાં છે;
મારી જ દુખતી રગ.


ભલે બહાર છે તિમિર;
અંતરમાં હો ઝગમગ.

ઇશ્ક છે નટવર  જેમાં;
ખુદથી થવાનું અલગ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું