શનિવાર, 27 ડિસેમ્બર, 2014

છે...


ન તો દરિયો, ન એ રણ છે;
સામે એક અજાણ્યો જણ છે.

હું મને જ નથી ઓળખાતો;
મારા ચહેરા સામે દર્પણ છે.

જીવન શું છેશું નથી એ?
જીવાય ગયેલ એક ક્ષણ છે.

ચામડી છે તો થોડું સારું છે;
નીચે એની કેટલાંય વ્રણ છે.

યાદ રહ્યું નથી, રાખવું નથી;
હર ઘડી આ કોનું સ્મરણ છે?

માધવ, મદદ કરજે તું મને;
સાચવવાનું યાદોનું ધણ છે.

જતા જતા એણે મને પૂછ્યું;
ચાહવાનું ય કોઈ કારણ છે?

સહુ રહસ્યો ઊકેલાય જાય;
એક અકળ રહસ્ય મરણ છે.

તારે ય બહુ સારું છે નટવર;
તને થોડા શબ્દનું શરણ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું