શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

વિચારવું પડશે...

વીતી રહેલ વખત વિશે વિચારવું પડશે;
કદી ન મળેલ ખત વિશે વિચારવું પડશે.

મને યાદ રાખવાને બદેલ  ભૂલી જવું છે;
એમની આ મમત વિશે વિચારવું પડશે.

દુનિયા જીતતા જીતતા હારી ગયો ખુદને;
એવા જીતેલ જગત વિશે વિચારવું પડશે.

એમને જ ચાહવું, એમને જ પામવું મારે;
એમણેય મારી લત વિશે વિચારવું પડશે.

એમાં તો હારમાં ય જીત જ જીત છે યારા;
ઇશ્કની નોખી રમત વિશે વિચારવું પડશે.

મારી હા એ હામાં હા જ પુરાવી દોસ્ત તે;
હવે તારા એ મત  વિશે વિચારવું પડશે.

જ્યાં જોઈએ ત્યાંથી જ નથી મળતી એ;
લાગણીની અછત વિશે વિચારવું પડશે.

કહેવાનું ઘણું છે કહી નથી શક્યો નટવર;
બાકી રહેલ વિગત વિશે વિચારવું પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું