શનિવાર, 6 ડિસેમ્બર, 2014

ખેલ છે...

રાતોની રાતો ઉજાગરા કરી જેને માટે મેં લખેલ છે.
એને મન મારી કવિતાઓ તો બસ શબ્દનો ખેલ છે.

જે માણસ કંઈ કહેતો નથી, ક્યારેય એ વહેતો નથી;
એ શખ્સથી ચેતતા રહેવું જે વધારે પડતો ઠરેલ છે.

બહુ સાચવ સાચવ કરતા રહીએ જિંદગીભર આપણે;
તક મળે છટકી જાય એ, લાગણીઓ સાલી વંઠેલ છે.

જે કદી કરતા હતા નિશ દિન હરદમ મારા જ વિચાર;
હવે મારા જ ખયાલ યાર,એમના માટે એક ખલેલ છે.

આખો વનવગડો થોડા દિવસથી બહુ હીબકે ચઢ્યો છે;
આવે પાનખર એ પહેલાં વૃક્ષ પરથી પાંદડા ખરેલ છે.

આજે વધારે નશો થઈ રહ્યો છે,સાકી રાઝ એનો શું છે?
શું તારો હુસ્ન -એ- શબાબ પણ શરાબમાં ભળેલ છે?

હે ખુદા,હે ભગવાન તને શું આપે આ નાસમજ નટવર?
જે સર્વ કંઈ છે એની પાસે સઘળું તારુ જ તો દીધેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું