શનિવાર, 6 ડિસેમ્બર, 2014

પયગામ...

આ મયકશોને પણ આપજો કોઈ પયગામ;
માન રાખે એ મયનું, હળવે હાથે ધરે જામ.


હોશ ન ગુમાવે, કદમ ન ડગમગાવે એઓ;
નાહક ન કરે સાકીને અમસ્તાં ય બદનામ.


મજા ક્યાં છે પીવાની જો પીઓ ડરી ડરીને;
યાર મિત્રો સાથે પીઓ મસ્તીથી ખુલ્લેઆમ. 


પ્યારું નામ છે માશુકાનું હોઠે વસાવ્યું એને;
એના નામ સાથે જ ગટગટાવો સુબહો શામ.

 
હર ઘૂંટડે ઘૂંટડે થશે દૂર ગમ - એ- ઇશ્કના;
ચેન મળશે બેચેન દિલને, મળશે આરામ. 


રાહ કઠિન છે ઘરથી મયખાનો યાર મારા;
આવતા જતા લેવો પડશે મારે થોડો વિરામ.


ન જેણે ઇશ્ક કર્યો, કરી ન યારી સુરા સાથે;
નટવર એ શખ્સનું જીવવું ય છે સાવ હરામ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું