શનિવાર, 6 ડિસેમ્બર, 2014

નિસ્બત...

એમની સાથે મારે એક જ છે નિસ્બત;
એમના કોમળ કરમાં છે મારું કિસ્મત.

મારા દિલમાં રહી ન માને મારુ કહ્યું;
લો, એક પુરુ દિલ એને કર્યું સુપરત.

ખબર ન હતી મને એની યાર મારા;
ઇશ્ક ફરમાવા આપવી પડશે રિશ્વત.

એને હોય ન હોય,એ તો એ જ જાણે;
વહાલું મને તો એનું કિંમતી ઇસ્મત.

મારી જિંદગીમાં આવીને જો, સનમ;
કેવી અદ્ભુત કરું છું હુંય તારી ખિદમત.

કોઈ રડીને યાદ કરે, કોઈ કરે રડતા;
ઇશ્કમાં માહોલમાં જેવી જેની ફિતરત.

આ રાહ-એ-ઇશ્ક છે એકમાર્ગી નટવર;
પાછાં વળવાની નથી એમાં સવલત.

[ઇસ્મત=સતીત્વ, પવિત્રતા, શીલ(સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું