શનિવાર, 6 ડિસેમ્બર, 2014

થવું છે...

મારે ક્યાં સદ્ધર થવું છે?
મારે તો પગભર થવું છે.

તમે જો ઠોકર મારો મને;
તો સનમ,પથ્થર થવું છે.

આખી કવિતા ન વંચાય;
મારે અઢી અક્ષર થવું છે.

માગણીઓ હરાવી દે છે;
લાગણીનું લશ્કર થવું છે.

ઊજવો મને મન મૂકીને;
મારે એ અવસર થવું છે.

કદી તન્હાઈમાં યાદ કરો;
એક એવી અસર થવું છે.

કોરોકટ છું હું, સ્પર્શો મને;
મારે ય તરબતર થવું છે.

નામમાં શું રાખ્યું છે યાર?
મારે તો નટવર થવું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું