મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

મહેફિલ...

સજાવી બેઠો છું તમારે કાજ મહેફિલ;
બસ, આવો તમે લઈને તમારું દિલ.

જેવું છે એવું, મારું દિલ આપું તમને;
આપો તમારું, કરીએ દિલ તબદીલ.

આજે તો આપે બેરહમીથી ઠુકરાવી છે;
કદી તમે માન્ય કરશો મારી અપીલ.

ઇશ્કમાં હવે વધારે નથી વિચારવાનું
બહુ વિચાર્યે વધતી જાય છે મુશ્કિલ.

ઊછેર્યા છે મેં સુહાના સપના તમારા;
ભરી છે મેં મીઠા ઉજાગરાની તહસીલ.

ઇશ્ક કર્યો હોય એ જાણે ઇશ્કની મજા;
ઇશ્ક ન કરી શકે કદી હોય જે બુજદિલ.

રાહ ભલે રહ્યા આપણા સાવ અલગ;
છે ઇશ્કમાં આપણી તો એક જ મંજિલ.

ન જીવતો રહી શક્યો,ન હું મરી શક્યો;
તમારી નજર પણ સનમ, બહુ કાતિલ.

એક તલ  ઓછો હતો રૂપની ચોકીમાં?
કે બેસાડ્યો તમે ગાલ પર નવો ખીલ!

શું કહું તમને?ખરાં છો સનમ તમે પણ!
દિલ તોડી મારું પૂછો, ‘હાઉ ડૂ યૂ ફિલ?’

સાવ સીધું સાદું લખતો આવ્યો નટવર;
દિલથી લખે એ તો, ન લખે કંઈ જટિલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું