મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

નહીં...

કદી ફક્ત રેતીનું ઘર ચણો નહીં;
ખોટી રકમનો દાખલો ગણો નહીં.

હું જ શીખી રહ્યો છું પાઠ પ્રેમનાં;
મારી પાસે ક્યારેય એ ભણો નહીં.

કેટલાંક જખમ કદી ય ન રૂઝાય;
એને વારંવાર કદીય ખણો નહીં.

સપનાંનાં વાવેતર સાવ સહેલાં;
ઉજાગરા અમસ્તાં જ લણો નહીં.

આશાના સહારે જ જીવી જવાય;
અમર છે એ તો, એને હણો નહીં.

ન ગમતી હો તો ના કહી દો ને;
ચુપકીથી નજમને ગણગણો નહીં.

તાણા વાણા નજરના મુલાયમ;
ગાંઠ પડે એવી ચાદર વણો નહીં.

ન ચાહો નટવરને તો વાંધો નહીં;
બસ,  એને સાવ અવગણો નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું