મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

સતાવે છે...

જે કોઈ ઘાયલ દિલમાં દરદને સમાવે છે;
એને જ  જાલિમ દુનિયા હંમેશ નમાવે છે.

દોસ્ત,  બાજી ઇશ્કની સાવ  જ અનોખી છે;
જે દિલ હારી જાય છે એ  જ અહીં ફાવે છે.

એને યાદ કરી છે તન્હાઈમાં જ્યારે જ્યારે;
હંમેશ મને કોઈ તાજી ગઝલ યાદ આવે છે.

તારી પથારીની કરચલીઓ કહી દે છે સહુ;
કેવી રીતે સનમ તારી હર રાત વિતાવે છે.

કહેવા જેવી કેટલીય વાતો હોઠે અટકી ગઈ;
એ જ વાતો આંખોના ઇશારાથી જતાવે છે.

સ્પંદન સ્પર્શના ટેરવે ટેરવે થીજી ગયા છે;
ને તો ય તનબદનમાં સંતુર રણઝણાવે છે.

સુંવાળી લાગણીઓ ય બહુ નફ્ફટ હોય છે;
બીચ બજાર એ બિનઘૂંઘરુ નાચ નચાવે છે.

એવું જ થતું આવ્યું છે નટવર સાથે સતત;
હોય જે બહુ પ્યારું એને, એ ખૂબ સતાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું