મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

એક છળ...

માનો યા ન માનો પણ ખુદ સાથે કીધું છે એક છળ;
દરિયો તરસનો છલકાવી,અમે તો પીધું છે મૃગજળ.

દીપક યાદનો સળગાવ્યો છે રાતના ઘેરા તિમિરમાં;
કાળા ઘનઘોર અંધારાંને અમે એમ કર્યું છે ઝળહળ.

અભિનય પણ કરતા રહ્યા હસવાનો અમે મહેફિલમાં;
હસતા હસતા વહાવી છે કોરી ધાકોર આંખો ખળખળ.

રોજરોજ જીવતા રહેવાની ય હાયવોય કેવી છે યારા?
ખબર ન પડવા દીધી તને,મરતા હતા અમે પળ પળ.

રાહ જોતો જ રહી ગયો હું યુગ યુગથી તરસ્યો જેની;
બીજાની જ છત પર વરસી ગયું મારા ભાગનું વાદળ.

સાવ ખામોશ રહીને કહેવા જેવું કહી ગયા મહેફિલમાં;
તમે શું સાંભળ્યું?શું સમજ્યું?નથી કરવી મારે અટકળ.

ઇશ્કને સમજતા સમજતા નાસમજ થઈ ગયો નટવર;
સમજાવવા એને, હવે શરૂ કરો ઇશ્કની કોઈ ચળવળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું