મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

હું હોશિયાર નથી...

મને છેતરી શકું એટલો હું હોશિયાર નથી;
દોસ્ત છું હું મારો,પણ હું મારો યાર નથી.

કરે છે એઓ કતલ એમની એક નજરથી;
ને કહેતા ફરે એમની પાસે હથિયાર નથી.

આંખો એમની હા હા કહે છે, દિલ શું કહે?
શું છે દિલમાં?  કહેવા એઓ તૈયાર નથી.

એમનાં દિલમાં રહેતો આવ્યો છું યુગોથી;
હાય રે!  તો ય હું એમનો દિલદાર નથી.

મારા વિશે વિચારતા છે હરદમ નિશદિન;
સખીઓમાં વાતો કરે, એમને પ્યાર નથી.

દુનિયા બહુ રીઢી થઈ ગઈ છે આજકાલ;
એક દિલ તૂટ્યું છે ને કોઈ ચકચાર નથી.

એવા દિલનું હવે શું કરવું તુ જ કહે,દોસ્ત;
દિલ તો છે  પણ એ દિલમાં સંચાર નથી.

લખતો આવ્યો છે નટવર બસ લાગણીથી;
દિલથી વાંચો, એમાં કોઈ અધ્યાહાર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું