મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

પયામ...

કોરા ખતમાં એ મોકલાવે છે પયામ;
બહુ સાચવીને  રાખ્યા છે મેં તમામ.

જીવનની સફરમાં મુસાફર આદમી;
સફર થાય પુરી,આવે ન કદી મુકામ.

શરાબ નથી તો અશ્ક ભરીને આપ;
સાવ ખાલી ન રાખ હવે મારો જામ.

વતનને મારા દિલમાં વસાવ્યું છે મેં;
મને સાવ વીસરી ગયું મારું જ ગામ.

થઈ ગઈ છે ચોરી મારા સપનાંઓની;
શકમંદોમાં સનમ, તારું પણ છે નામ.

બહુ મશહૂર થયો સનમ તારા ઇશ્કમાં;
બેવફા કહી મને કરી દો થોડો બદનામ.

આજે તો સહુ તને યાદ રાખે છે નટવર;
એક દિ તો તુંય થઈ જશે સાવ ગુમનામ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું