મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

નથી મળવાની...

ન જાણે કેમ થયા રાખે છે તુ મને ફરી નથી મળવાની;
અને ક્યાં તારી,  યા મારી જિંદગી બન્ને છેડે બળવાની.

ટેવ પડી ગઈ છે મારી બેવફા જિંદગીને  આ એક એવી;
જિંદગી છે મારી,  તો ય એ પળેપળ મને જ છળવાની.

આ કેવી પ્રીત છે? આ તે કેવો ઇશક છે? સનમ, તુ કહે;
આવી રહી મને મજા એકલાં એકલાં ય ટળવળવાની !

ન હતી મને એ ખબર, ન હતી તને ય એ જાણ સનમ;
મારી નજર સાથે મળ્યા પછી તારી નજર તો ઢળવાની.

સર- એ- રાહ ચાલતા ચાલતા અટકી ગઈ છે જિંદગી;
નીકળી ગઈ જે રેશમી પળ, કદી પાછી નથી વળવાની.

તુ ભલે ગમે એટલી સાચવીને રાખે તારી આસપાસ એ;
સુવાસ તારા બદનની મારા શ્વાસમાં હરદમ ભળવાની.

વાવી છે લાગણીઓ મેં તારા ધક ધક ધડકતા દિલમાં;
સાચવીને રાખજે, જો જે, એક દિ તો એ જરૂર ફળવાની.

વરસે છે એમ તો પહેલાં જેવી હેલી, એવો જ વરસાદ;
નથી આવતી મજા તારા વિના મને એમાં પલળવાની.

ન કર ફિકર સનમ,  તુ નટવરના વહેતા આંસુઓની;
એની આંખોને આદત છે,સમય કસમય એ ગળવાની.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું