મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

ખટપટ...

બસ એક જ સમસ્યા છે બહુ વિકટ;
પાસે છે જેઓ નથી એ મારી નિકટ.

નશો નથી થતો મને હવે શરાબનો;
પીધું છે મેં મારી આંખોથી ગટગટ.

દિલ એવું જક્કી કે માનતું જ નથી;
થયું કેદ તો છૂટવા કરે એ છટપટ.

આપણું તો બધું આહિસ્તા આહિસ્તા;
એમનું કામકાજ હોય છે બહુ ઝટપટ.

એઓ છે જ એવા કમસિન નાજનીન;
ગામ આખું એનાં કદમોમાં કરે લટપટ.

હું સાંભળુ કંઈક ને એઓ કહે છે કંઈક;
કરે છે આંખોથી એઓ વાતો  પટપટ.

રૂબરૂ આવવાનું કહી કદી ય ન આવે;
અને અચાનક સપનાંમાં થાય પ્રગટ.

હતી કદી મારી વાતો એને પ્રાણપ્રિય;
હવે એ જ વાતો લાગે છે એને કટકટ.

એક અમસ્તી તો મળી આ જિંદગી;
જીવવા કરવી પડે કેટલી ય ખટપટ.

નટવર સાવ સીધો સાદો શખ્સ છે;
બસ નાદાન દિલ એનું છે બહુ નટખટ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું