શનિવાર, 14 જૂન, 2014

આંખો ભીંજાવીને...

ચાલ્યા ગયા એઓ સપનામાં આવીને;
જોતા જ રહ્યો રાહ હું આંખો ભીંજાવીને.

રેખાઓ તો મારી હથેળીમાં જ રહી ગઈ;
લઈ ગયા ભાગ્ય મારું હાથ મિલાવીને.

મજા આવતી હશે એમને તડપાવવાની;
મળે છે એઓ ચહેરો હિજાબમાં છુપાવીને.

ફટાફટ ફૂલો તોડવા તો બહુ આસાન છે;
કદી જોઈ લે દોસ્ત એકાદ ફૂલ ખિલાવીને.

આ દુનિયા જીતવી સાવ સરળ,સહજ છે
;
કરજે પ્રયત્ન દોસ્ત,કદી મસ્તક નમાવીને.

એકાદ ઝોકો હવાનો દીવો હોલવી ગયો;
બેઠો છું તન્હાઈમાં તિમિર ટમટમાવીને.

ખોવાય ગયો છું મને શોધતા શોધતા હું;
રોજ વાંચુ એ ખબર અખબાર મંગાવીને.

કબરમાંથી ફરી ઊભો થઈ જશે નટવર;
પુરજો મારી કબરે માટી દોસ્તો દબાવીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું