શનિવાર, 14 જૂન, 2014

તબાહી જ તબાહી છે...


જાણું છું હું, બસ તબાહી જ તબાહી છે;
તો ય જિંદગી, મેં તને ભરપૂર ચાહી છે. 

ભલભલાં દુઃખ દરદને ઓગાળી દે એ;
આ આંસુ પણ એક અદભૂત પ્રવાહી છે.

દરેક દૃશ્ય આવે સાફ નજરે આવે મને;
આંખો મારી હમણાં જ અશ્કમાં નાહી છે.

ન સમજવાનું હતું એ જ એ સમજી જાય;
યાર મારા, આ દુનિયા જ દોઢ ડાહ્યી છે. 

ઇશ્કની મંજિલ છે ભલે એક જ બન્નેની;
રાહ-એ-ઇશ્ક પર અલગ અલગ રાહી છે.

ભલે દિવસ એમની રાહ જોઈ વિતાવ્યો;
એમનાં સપનાંમાં આવવાની આગાહી છે.

કવિતા એમ જ નથી લખાતી દોસ્ત મારા;
દિલ ઘાયલ થયાની એ એક ગવાહી છે.

બરબાદીની કેવી ચરમસીમા છે નટવર?
છે ભલે એ બરબાદી, લાગે બાદશાહી છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું