શનિવાર, 14 જૂન, 2014

શું છે?

તું શું જાણે આ ઇશ્કનો મતલબ શું છે?
આ ચાહના શું છેઆ તલબ શું છે?

મેં તો સનમ, તને જ ખુદા માની છે!
મને નથી જરાય ખબર કે રબ શું છે?

તારા અધર મારા હોઠ સાથે મળવા દે;
જાણ થઈ જશે તને, તારા લબ શું છે?

મારા સીને કાન રાખી સાંભળ તુ કદીક;
દિલમાં તારા થાય એ ધબ ધબ શું છે?

ઇશ્ક તો ઇશ્ક જ છે, ઇશ્ક જ રહેવા દે;
ઇશ્કથી અલગ વળી આ મજહબ શું છે?

જ્યારે જ્યારે જોઈ તને અલગ જ જોઈ;
તારાથી અજાયબ જહાંમાં ગજબ શું છે?

આંખો આંખોમાં કહી દીધી દિલની વાત;
નાથી અદ્ભુત અલગ કરતબ શું છે?

એક સાંજ વિતાવ મારી સાથે કદીક તું;
સમજાવી દઈશ જિંદગીનો સબબ શું છે?

એક વાર આચમન લેશે તો જ સમજાશે;
આંખોમાં મેં માંડેલ આંસુની પરબ શું છે?

તને યાદ કરી કરી લખતો રહે છે નટવર;
સાવ સીધી વાત,એમાં કોઈ ગજબ શું છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું