શનિવાર, 14 જૂન, 2014

ગોકુળ...

ગયા છે જ્યારથી ઘનશ્યામ છોડી ગોકુળ;
રાધા જ નહીં સઘળી ગોપી રહે છે વ્યાકુળ.

પરદેશમાં પૈસાની સાથે કમાઈ છે બેચેની;
આવે છે યાદ હવે વતનના ફળિયાની ધૂળ.

કોને દોષ દઊં દોસ્ત હું મારી દુર્દશા માટે?
આખેઆખું આ જગત પણ છે મારું જ કુળ.

ઘણાં ગહરા જખમ આપ્યા છે ગુલાબે મને;
એથી હવે સુંવાળા લાગે છે મને દરેક શૂળ.

જીવતા જીવતા જીવવાનું જ વીસરાઈ ગયુ;
જિંદગી જીવતો રહ્યો હું તો બીજાને અનૂકુળ.

એક નજર ન જાણે કેવી આ અસર કરી ગઈ!
ન ચાહ્યું તોય બદલાય ગયો હું સાવ ધરમૂળ.

સહેલાઈથી ઊખેડવો શક્ય જ નથી નટવરને;
ઊંડા અને મજબૂત છે એની લાગણીના મૂળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું