શનિવાર, 14 જૂન, 2014

નડ્યો છે...

કોણ જાણે પ્રભુએ કઈ રીતે એને ઘડ્યો છે?!
આ સાલો માણસ જ માણસને બહુ નડ્યો છે.

ખુદને જીતવાની કોશિશમાં નાકામ રહ્યો જે;
જિંદગીભર એ દોસ્તો સાથે સતત લડ્યો છે.

સાચવી સાચવીને હર કદમ માંડતો રહ્યો હું;
એટલે મારા જેવો શખ્સ હર ડગલે પડ્યો છે.

ગમ-એ-ઇશ્ક એવો ગમી ગયો છે દોસ્ત મને;
હસતા હસતા રડવાનો હર્ષ મને ત્યાં જડ્યો છે.

ન કદી સુરાથી,ન સાકીથી,ન તો પયમાનાથી;
કરીને ઇશ્ક, હર શખ્સ જુવાનીમાં લથડ્યો છે.

રોમ રોમ મારા પુલકિત થઈ ગયા આજ તો;
મારો જ પડછાયો આજ મને સહજ અડ્યો છે.

એનાં આંસુંઓમાં ય આજે ખારાશ વધારે છે;
કોઈની  યાદમાં નટવર  પોક પોક રડ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું