શનિવાર, 14 જૂન, 2014

કોઈ મજા નથી...

સાલું આવું  જીવવાની કોઈ મજા નથી;
જે જીવનમાં જીવવાની કોઈ વજા નથી.

કહું છું હું મારા દિલની વાત મહેફિલમાં;
વાત એમની કહેવાની મનેય રજા નથી.

શું થવા બેઠું છે આ મારા મહાન દેશનું?
સૂતા છે સહુ ત્યાં,જાણે જાગૃત પ્રજા નથી.

ઈશ્વર અલ્લાહ ખુદા પ્રભુ સહુ એક જ છે;
તો મસ્જિદ કેમ કોઈ ભગવી ધજા નથી?

રોજબરોજ કોઈના પર મરી જીવી રહ્યો છું;
દોસ્ત,આનાથી અદ્ભુત તો કોઈ કજા નથી!

એવી સુંદરતાનું શું કરવું મારે? કોઈ કહો;
જે સુંદર ચહેરા પર જરા ય લજ્જા નથી.

ધરા પર પથારી પાથરશો તો સમજાશે;
આકાશથી વિશાળ બીજી કોઈ છજા નથી.

કર્યો છે ગુનો ઇશ્ક ફરમાવવાનો નટવરે;
જ્યાં દિલમાં કેદ સિવાય અન્ય સજા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું