શનિવાર, 14 જૂન, 2014

ખામોશી...

જિંદગીભર મને બહુ સતાવશે આ નામોશી;
સાવ સમજી ન શક્યો યાર હું એની ખામોશી.

કહેતો નથી કદી ય પણ એ બધું જ જાણે છે;
સમય પણ છે એક બહુ હોશિયાર એક જોશી.

આ તો પરદેશ છે યાર, એની વાત જ અલગ;
એ ય હું જાણતો નથી કોણ છે મારો પાડોશી!

સંભાળશો મને ન મને ભાળશો આ રીતે તમે;
આંખોથી મે પીધું જે હુસ્ન છે એની મદહોશી.

સનમ, તમારી એક નજરનો નજારો છે પૂરતો;
હું ક્યાં કહું છું કે આપ કરો મારી કદમબોસી?

એક પળ શ્વસી રહી ઘડિયાળમાં ડચકા ખાઈને;
જાણે છેલ્લાં શ્વાસ લઈ રહી મરવા પડેલ ડોશી.

ઇશ્ક નથી આસાન, છે આગનો એ એક દરિયો;
પાર કરવા, દિલ દિમાગમાં જોઈએ સરફરોશી.

થઈ ગયો છે ગુનો ઇશ્ક ફરમાવવાનો નટવરથી;
કરો એને તમારા આંખોમાં ઉમરકેદ,છે એ દોષી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું