શનિવાર, 14 જૂન, 2014

ઊકેલ છે?

મારી પાસે ય ક્યાં કોઈ ઊકેલ છે?
મૌનનો અનુવાદ કરવો મુશ્કેલ છે.

દિલ હારીને બધું જ જીત જવાય;
ઇશ્ક એવો એક અજાયબ ખેલ છે.

ડાહ્યો ડમરો દેખાતો હોય ભલે એ;
હરેક શખ્સ અંદરથી એક છેલ છે.

એની આંખોમાં જોયું ને નશો થયો;
કદમ ડગ્યા,સૌ કહે મને પીધેલ છે.

ગુનો એટલો જ કે પ્રેમ થઈ ગયો;
દિલમાં એમનાં આજીવન જેલ છે.

દિલ દિલ છે દર્દ દિલનું કોણ જાણે?
એમના કાજ દિલથી રમત ગેલ છે.

એમના ખયાલોમાં ખોવાયેલ રહું હું;
મિત્રો ભલે કહે, એ સાવ છટકેલ છે.

મને નથી ફિકરની આંધી તુફાનની?
રહેવા મારે સપનાનો એક મહેલ છે.

કંઈ નથી નટવરની કવિતા કવનો;
શબ્દો સૌ એને તો દેવના દીધેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું