શનિવાર, 14 જૂન, 2014

બદલાશે...

આજે  નહીં, તો એ કાલ બદલાશે;
સમયની પણ કદી ચાલ બદલાશે.

આંખો સાવ ખૂલી રાખીને સૂતો રહું;
એક દિ સપનાનો ય ફાલ બદલાશે.

ઉત્તર આપતા પણ ડરું છું હું તો હવે;
જરૂર હવે  એમના સવાલ બદલાશે.

આવતા જતા રોજ મળતો રહું એમને;
મારા પ્રત્યે એમનાં ખયાલ બદલાશે.

સુર એના એ જ રહી ગયા દિલનાં;
હવે બસ, ધડકનોના તાલ બદલાશે.

બેઠો અહીં હર શખ્સ એ જ આશાએ;
કાલે એના પણ બુરા હાલ બદલાશે.

નજૂમીએ જે કહ્યું એ સાચું પણ પડે
;
જરૂર દોસ્ત, આવતી સાલ બદલાશે.

બહુ જાડી ચામડીનો થયો છે માનવી
;
જો જો, એક દિ એની ખાલ બદલાશે.

દિલ આપ્યું ત્યારે સાવ અજાણ હતો;
એક દિ એમનું પણ વહાલ બદલાશે.

હસતો રહે છે નટવર પણ એના પર;
કાશ!  હવે એના ય મલાલ બદલાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું