શનિવાર, 14 જૂન, 2014

જાંચ...

આખી જિંદગીભર કરતો રહ્યો જેની જાંચ;
એ જ લઈને આવ્યા છે લાગણી પર ટાંચ.

કોરુંકટ તકદીર રાખ્યું પ્રભુએ છઠ્ઠીના દિને;
દુનિયા આખીને કહેતો ફરું હું તું એ વાંચ.

માને તો માની જાય, અને માને તો ન જ;
રોજ હું આપું એમને મારી કવિતાની લાંચ.

કેટલાંક રેશમી સંબંધો હોય છે કાચ જેવા;
ક્યાંક અથડાય તો પડી જાય એમાં ખાંચ.

આખરી સફરે જવા જરૂરી નથી વધુ માણસ;
ચાર ખભા અને નનામી પર હું,બસ છે પાંચ.

ઘાયલ દિલમાં એ જ હામ રાખી ફરે નટવર;
સત્યમેવ જયતે, સાંચકો ન આવે કદી આંચ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું