રવિવાર, 15 જૂન, 2014

કામિયાબ છે...

હવા  કામિયાબ છે;
ખુશબૂ બેનકાબ છે.

કોણે ચોરી ખુશબૂને?
શું એનો જવાબ છે?

ગણે છે એ લાગણીને;
સાવ ખોટો હિસાબ છે.

કંટકોનો સખત પહેરો ;
અને કેદમાં ગુલાબ છે.

આંખો જોઈ લથડ્યો;
શું એમાંય શરાબ છે?

ચાંદ પર છે વાદળ;
ચહેરા પર નકાબ છે.

જિંદગી વાંચી છે મેં;
એય એક કિતાબ છે.

બંધ હોય કે ખુલ્લી;
આંખોમાં  ખ્વાબ છે.

છલકાય જાય હ્રદય;
ત્યાં એક સૈલાબ છે.

ઘાયલ કર્યો છે મને;
કાતિલ એ શબાબ છે.

ઇકરાર છે કે ઇનકાર?
બોલો, શું જવાબ છે?

શું કહેશો નટવરને?
એનો શું ખિતાબ છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું